RAJYA NI STHANIK SANSTHAO NI 27 NOVEMBER E ELECTION
ELECTION MATE NU JAHERNAMU 7 NOVEMBER PRASIDHH KARVAMA AAVSHE
BY AKILA NEWS
રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ૨૭ નવેમ્બરના દિવસે ચૂંટણી
આચાંર સહિતા આખરે લાગુ કરવામાં આવી : ચૂંટણી માટેનુ જાહેરનામુ સાતમી નવેમ્બરના દિવસે જારી
અમદાવાદ,
તા.૨૮ : રાજયની વાળી અને કનકપુર કન્સાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી
ઉપરાંત ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસત્ર ચૂંટણી સહિત અન્ય નગરપાલિકાઓ,
જિલ્લા તથા તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓ તા. ૨૭મી નવેમ્બરના રોજ યોજવા
અંગે રાજય ચૂંટણી પંચ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ
ચૂંટણીઓનું જાહેરનામુ તા. ૭મી નવેમ્બરના રોજ પ્રસિધ્ધ કરાશે. ચૂંટણીની
જાહેરાત થતા આજથી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચાર સંહિતાને અમલ શરૂ થઈ ગયો
છે. તા ૨૭મી નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીઓનું પરીણામ તા. ૨૯મી
નવેમ્બરના રોજ જાહેર થશે. ચૂંટણીના કાર્યક્રમ મુજબ ૧૨મી નવેમ્બર ઉમેદવારી
પત્રો ભરવાની છેલ્લા તારીખ જાહેર કરવામાં આવી છે. તા. ૧૫મી એ ઉમેદવારી
પત્રોની ચકાસણી થયા બાદ ઉમેદવારીપત્રો પણ પંચવા માટે તા. ૧૬મી નવેમ્બર
૨૦૧૬ જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ અધિકારીઓ તથા
કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાપી તથા
કતકપુર ન.પા.ની સામાન્ય ચૂંટણી ઉપરાંત જે નગરપાલિકામાં પેટાચૂંટણી
યોજાવનારી છે. તેમા પ્રાંતિજની બે
બેઠકો, છોટા ઉદેપુરની ચાર, વિસાવદરની એક, બાવળાની ચાર, ધાનેરાની એક,
કાલાવાડની એક, ઉપલેટાની એક, નડિયાદની એક કોડીનારની એક, ચોરવાડની એક તથા
સોયાની એક એમ કુલ ૧૮ બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લા પંચાયતોની પેટા
ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની અંબાજી, માલગઢ, નાંદોત્રા મહેસાણા જિલ્લાની
ડાંગરવા, અમદાવાદ જિલ્લાની શિયાળ અને હેબતપુર તેમજ વડોદરા જિલ્લાની વલણ
બેઠકનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાની ગોંડલ તાલુકા પંચાયતની ૧થી ૨૨ બેઠકો
માટે મધ્યસત્ર ચૂંટણી યોજાશે. ભાભર
તાલુકા પંચાયતની અંબાસણા, સતલાસણા, તા.૫ની સતલાસણા, હારીજની વાંસા,
વિરમગામની સચાણા અને ચોરી સાંત્યા, ધોળકાની મોટીબોરૂ, કરજણની ઓરંદા,
થાનગઢની જામવાણી, દાતાની અંઢોર, માતરની આંત્રોલી, ગળતેશ્વરની વસો, દીયોદરની
દીયોદર, પાલનપુરની ચડોતર, અબડાસાની રામપર તથા ઉના તુલાકા પંચાયતની આંચકવડ
બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.